સુરત સહિત જિલ્લામાં ગત સાંજથી જ વરસાદનું આગમન થતાં જ વરસાદી માહોલ જામ્યો હતો ચોર્યાસી તાલુકામાં પોણા સાત ઈંચ ધોધમાર વરસાદ તેમજ સુરત સીટી અને ઓલપાડમાં પોણા છ ઈંચ વરસાદ થી સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી તંત્રને સાવધ રહેવા જણાવવામાં આવ્યું છે.
રોડ રસ્તા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરાયા, તંત્રની દોડધામ
પ્રાપ્ત વધુ વિગતો મુજબ મેઘરાજાએ ગઈકાલે તોફાની બેટીંગ કરી ધમધોળી નાંખ્યા બાદ આજે પણ બેટીંગ યથાવત રાખતા સુરત શહેર સહિત ચોર્યાસી અને ઓલપાડ તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી આકાશમાં ઘટાટોપ વાદળો સાથે ધોધમાર વરસાદ શરું થયો હતો. ગતરોજ સાંજે છ વાગ્યાથી આજે શુક્રવારે સાંજે ૬ વાગ્યા સુધીના વરસાદની આંકડાકીય વિગતો જોઈએ તો ઉમરપાડા તાલુકામાં બે ઇંચ. સુરત સિટીમાં પોણા છ ઈંચ. પલસાણામાં પોણા બે ઇંચ. ઓલપાડ તાલુકામાં ધોધમાર પોણા છ ઈંચ. માંગરોળ દોઢ ઇંચ. માંડવી અડધો ઈંચ. મહુવા એક ઈંચથી વધુ. કામરેજ એ ઈંચથી વધુ. બારડોલી દોઢ ઈંચ. અને ચોર્યાસી તાલુકામાં પોણા સાત ઈંચ જળરાશિ વરસતા ઠેરઠેર પાણીનો ભરાવો થયો હતો સુરત શહેરમાં ગતરોજ મોડી રાત્રીથી પવનના સુસવાટા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું જેને લઇને અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં પાલિકાનું તંત્ર દોડતું થયું હતું આજે સવારે પણ બપોર સુધી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
નોકરી કામ ધંધા ઉપર જતા લોકો અટવાયા
શહેરમાં ચોવીસ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ઝીકાયા બાદ આજે પણ મેઘરાજાની સવારી યથાવત રહેતા માત્ર ચાર કલાકમાં સુરત સીટીમાં ઍક અને ચોર્યાસીમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો અને હજુ પણ વરસાદ યથાવત રહ્ના છે. સવારે છ વાગ્યાથી દસ વાગ્યા દરમ્યાન સતત વરસાદ પડવાને કારણે શહેરમાં રોડ રસ્તા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી ભરાયા હતા. નોકરી કામ ધંધા ઉપર જતા લોકો અટવાયા હતા. આ ઉપરાંત રાહત કમિશનર સુચના અનુસાર આગામી બે દિવસ દરમ્યાન વરસાદની આગાહી આપવામાં આવી હોય સુરત જિલ્લાના તમામ લાયઝન ઓફિસર નોડલ ઓફિસર મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી ઓને સાવચેતીના પગલાં લેવા જિલ્લા ડિઝાસ્ટર કક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500