Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : મ્યુનિ. કમિશનરે પાલિકાનાં તમામ ઝોનમાં વરસાદ બંધ થતાં તૂટેલ રસ્તા રીપેર કરવાનાં આદેશ આપ્યા

  • August 02, 2023 

સુરત પાલિકા કમિશનરે શહેરનાં તુટેલા રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા માટેના આદેશ આપ્યા બાદ આજે વરસાદે પોરો ખાતા પાલિકાનાં તમામ ઝોનમાં રસ્તા રિપેર કરવાની કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવી છે. હાલ જે રીતે કતારગામ કાસાનગર અને પાલ ગૌરવપથ પર રસ્તા રીપેર કરવાની કામગીરી ચાલી રહી છે તેવી જ રીતે શહેરનાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં રાત્રીનાં સમયે રસ્તા રીપેર કરવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યાં છે. સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે મેટ્રોનાં કારણે શહેરના અનેક રસ્તાઓ બંધ છે જ્યારે શહેરના ટ્રાફિકથી ધમધમતા રીંગરોડ સહિત અનેક રસ્તા સાંકડા થઈ ગયા હોવા સાથે આ રસ્તા પર અનેક ખાડાઓ છે તેનાથી લોકોને સમસ્યા થઈ રહી છે.



તે દરમિયાન ભારે વરસાદમાં આ રસ્તા પરના ખાડાઓનાં કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી. સુરતના ટ્રાફિકથી ધમધમતા ગુજરાત ગેસ સર્કલ, કતારગામ દરવાજા, સહારા દરવાજા, ઉધના દરવાજા, મોરાભાગળ સહિત અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા છે. રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો ને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાડાને કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો હોવાથી સુરતીઓની હાલત કફોડી થઈ રહી છે આ સમસ્યા બાદ મ્યુનિ. કમિશનરે પાલિકાના તમામ ઝોનમાં વરસાદ બંધ થાય કે તરત જ યુધ્ધનાં ધોરણે તૂટેલા રસ્તા રીપેર કરવા માટે આદેશ કર્યો હતો. ત્યારબાદ આજે વરસાદે પોરો ખાતે તમામ ઝોનમાં રસ્તા રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, સતત વાહનોની અવર જવર છે તેવા મજુરાગેટ-કડીવાલા સ્કૂલ થઈ ઉધના દરવાજાનો રસ્તો યુધ્ધના ધોરણે રિપેર કરવા માંગણી લોકો કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application