સુરતમાં ONGC કોલોની નજીક બેફામ દોડતી ટ્રકે અચાનક બ્રેક મારતા ટ્રક પાછળ બાઇક ઘૂસી ગઈ હતી. જેમાં બે પિતરાઈ ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 22 વર્ષીય યુવકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવક વિદ્યાર્થી હતો જે હાલ વિદેશ જવાની તૈયારી કરી રહ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના વેલંજા ખાતે 55 વર્ષીય હરેશભાઈ ભાણાભાઈ જસાણી પરિવાર સાથે રહે છે અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો વરાછા ખાતે રહેતો 22 વર્ષીય પિતરાઈ ભાઈ હેમિલ મનસુખભાઇ પીપળિયા એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કરી માસ્ટર કરવા વિદેશ જવાની તૈયારી કરતો હતો. બે ભાઈઓમાં હેમીલ નાનો દીકરો હતો. પિતા સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
મૂળ ગીર સોમનાથના રહેવાસી છે. ONGC કોલોની નજીક બેફામ દોડતી ટ્રકે અચાનક બ્રેક મારતા ટ્રક પાછળ બાઇક ઘૂસી ગઈ હતી. બંને ઇજાગ્રસ્ત યુવાનોને 108ની મદદથી સારવાર માટે સિવિલ મોકલી પરિવારને જાણ કરી હતી. અકસ્માત થયો હોવા છતાં ટ્રકચાલક ભાગી ગયો હતો. સ્થાનિક યુવાનોએ ટ્રેક ચાલકને ભાગતા જોઈ પીછો કરી પકડ્યો હતો. વિદેશ જવા માટેની તૈયારીના ભાગ રૂપે પેપર વર્ક માટે ઘરેથી પિતરાઈ ભાઈ સાથે નીકળ્યો હતો. દરમિયાન અકસ્માત થયો હતો. જેથી ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ટૂંકી સારવાર બાદ હેમિલનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application