સુરતના કામરેજ ખાતે પાસોદરા રોડ પર ઓપેરા પ્રિન્સમાં રહેતા 35 વર્ષીય મનસુખભાઈ ઝીણાભાઈ કાથરોટીયા રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. ગત તા.2જી એ રાત્રે બ્રેઈનસ્ટ્રોકનો હુમલો આવતા પરિવારજનોએ તાકીદે સારવાર માટે કામરેજની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં નિદાન માટે સીટી સ્કેન અને એમ.આર.આઈ કરાવતા લકવાનો હુમલો થયો હોવાનું નિદાન થયું હતું. ત્યાંથી વધુ સારવાર માટે ગત તા.4થી એ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને ગત તા.6થી એ ડોક્ટરોએ તેમની બ્રેનડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઇફના સંપર્ક બાદ તેનો પરિવાર અંગદાન માટે સંમત થયો હતો.
સુરતથી ચેન્નાઈનું 1610 કિલોમીટરનું અંતર 160 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી 51 વર્ષીય મહિલામાં ચેન્નાઈની હોસ્પિટલમાં ડોક્ટરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહિલાના ફેફસાં કોવીડ ન્યુમોનિયાને કારણે ખરાબ થઇ ગયા હોવાથી તે છેલ્લા 76 દિવસથી ઈ.સી.એચ.ઓ મશીન અને વેન્ટીલેટરના સપોર્ટ પર હતી. જ્યારે તેમનું લિવર અમદાવાદના રહેતા 54 વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જયારે દાનમાં મેળવવામાં આવેલી કિડનીમાં લોહીના ગઠ્ઠા જમા થઇ ગયા હોવાને કારણે બંને કિડની ખરાબ થઇ ગઈ હતી તેને કારણે કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નહોતું. તેમના ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું. આમ, યુવકનાં અંગ્દાનથી 4 વ્યક્તિઓને નવજીવન મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application