કોરોના વિરોધી વેક્સિન મૂકવામાં સુરત મહાનગરપાલિકા ગુજરાતની અન્ય મહાનગરપાલિકા કરતા અગ્રેસર છે. ગુજરાત સરકારે આપેલા ટાર્ગેટમાં પહેલા રોજના 100 ટકા સફળતા સિદ્ધ કરી છે. જોકે, પહેલો ડોઝ લીધા બાદ બીજા ડોઝ માટે સુરતીઓની ઉદાસીનતા બહાર આવી રહી છે. પહેલો દોષ પૂરો થયાના 84 દિવસ બાદ પણ અઢી લાખ કરતા વધુ લોકોએ બીજો ડોઝ નથી લીધો. જેથી મહાનગરપાલિકા બીજા ડોઝ માટે લોકોને ફોન કરી રહી છે, જેમાં કેટલાક ગોટાળા પણ બહાર આવી રહ્યા છે. તેમ છતાં વધુમાં વધુ લોકો બીજો ડોઝ લે તે માટે સુરત મહાનગર પાલિકાએ સોસાયટી, સોસાયટીમાં જઈને વેક્સિનેશનની કામગીરી શરૂ કરી છે. આ માટે પાલિકાના આરોગ્ય વિભાગ કે દરેક ઝોનમાં 24 વાનની ફાળવણી કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં પાલિકાએ આવાં દ્વારા 28 હજાર લોકોને વેક્સિન. બીજા ડોઝ માટે લોકોને આપી છે. બીજો ડોઝ પૂરો કરવા માટે મહાનગરપાલિકા લોકોને સમજ આપી રહી છે. તેમ છતાં બીજા ડોઝ માટે લોકોમાં ઉદાસીનતા હોવાથી મહાનગરપાલિકાએ હવે સોસાયટીઓમાં જઈને વેક્સીન આપવાનું શરૂ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application