Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત મહાનગરપાલિકાએ 100 કરોડ વેક્સિનેશન ડોઝની ઉજવણી કરી

  • October 21, 2021 

કોરોના વિરોધી વેક્સિનેશનમાં ભારત દેશે 100 કરોડનો આકડો પાર કરી દીધો છે. આ ઉપલબ્ધિની ઉજવણી સુરત સહિત સમગ્ર દેશમા શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાના હેલ્થ સેન્ટર અને વેક્સીનેશન સેન્ટર પર આજે સવારથી આ ઉજવણી શરૂ કરવામાં આવી છે. પાલિકાના વિવિધ હેલ્થ સેન્ટર ઉપર 100 કરોડ વેક્સિનેશનની ઉજવણી માટે રગોળી તૈયાર કરવામા આવી રહી છે. આ ઉપરાત હેલ્થ સેન્ટરો અને વેક્સીનેશન સેન્ટર પર સેલ્ફી સ્ટેન્ડ મૂકવામા આવશે. રાત્રિના સમયે તમામ બિલોને રોશની કરવા સાથે દીવા પણ પ્રગટાવવામાં આવશે. વેક્સિનેશનની આ સિદ્ધિ માટે કામ કરતા કર્મચારીઓનું સન્માન પણ કરાશે. જે લોકો હજી પણ વ્યક્તિને વેક્સિનેશન બાકી છે તે લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહન કરાશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application