સુરત એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ યુવક ચોરીનું સોનુ લઈ પલસાણાના કડોદરા બસ સ્ટેન્ડ નજીક ઉભો હોવાનું અને સોનુ વેચવાના ફિરાકમાં હોવાની માહિતી મળી હતી જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે સુરજ સુબ્રમણી સભૈયા નાયડુ (ઉ.વ.45, રહે.નવાપુર વાકીપાડા પુલની નજીક,અંબાજી માતાના મંદિર પાસે ઝૂંપડ પટ્ટીમાં, મહારાષ્ટ્ર)ની અંગઝડપી કરી હતી. જેમાં 2 સોનાની બિસ્કિટ મળી આવી હતી. જે બાબતે પોલીસે વધુ પૂછપરચ કરતા પોતાનો દીકરો રાજા ઉર્ફે પપ્પુ પલ્લની નાયડુ તથા પોતાનો મિત્ર વિઘ્નેશ વેલુ નાયડુ સાથે મળી બારડોલીમાં તુલસી હોટલ નજીક કારનો કાચ તોડીને કાર માંથી આ 2 સોનાની બિસ્કીટની ચોરી કરી હતી.
હાલ દિવાળીનો તહેવાર હોવાથી રવિવારે સોનાની બિસ્કીટ વેચાણ કરવા આવ્યા હતા અને પકડાઈ ગયા હતા. બારડોલી ઉપરાંત સૂરજ તેમજ પપ્પુ પલની નાયડુ અને વિઘ્નેશ વેલુ નાયડુએ પલસાણા ચાર રસ્તાના એક કોમ્પલેક્ષમાં બેંકની બહાર કારનો કાચ ગીલોલથી તોડી રોકડા રૂપીયાની ચોરો કરી હતી. જેમાં કારમાંથી 4 લાખ રોકડા રૂપીયા મળેલ, જે 3 જણા સરખા ભાગે વહેચી કરી હોવાની કબૂલાત કરી હતી. આમ, પોલીસે પકડપાયેલ યુવક પાસેથી 9.85 લાખની 2 સોનાની બિસ્કિટ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500