Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લા ખેડૂત સમાજે કૃષિ કાયદાના વિરોધમાં આવેદન પત્ર આપ્યું

  • June 29, 2021 

સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા બારડોલી પ્રાંતને ત્રણ ખેડૂત વિરોધી કાયદા રદ કરવા, લોકતંત્ર બચાવવા તથા MSPની કાયદેસર બાંહેધરી આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 

 

 

 

રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપવામાં આવેલ આવેદનપત્રમાં સમગ્ર દેશના ખેડૂતોની વેદના અને આક્રોશ ઠાલવતા જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હીની બોર્ડર ઉપર ચાલી રહેલ કિસાન આંદોલનના સાત માસ પૂર્ણ થયા છે. ભારતીય સભ્યતામાં ખેડૂતોને અન્નદાતા તરીકે સંબોધવામાં આવે છે. છેલ્લા 74 વર્ષથી અમો સખત પરિશ્રમ કરી રહ્યા છે. દેશ આઝાદ થયો ત્યારે 33 કરોડ દેશવાસીઓને અન્ન પૂરું પાડતા હતા અને હાલ લગભગ એટલી જ જમીનમાં 140 કરોડ દેશવાસીઓને અન્ન પૂરું પાડવા માટે સતત પ્રયત્નશીલ છીએ.

 

 

 

 

કોરોના મહામારીથી દરેક ક્ષેત્રમાં અર્થવ્યવસ્થા ખોડવાઈ ગઈ છે પરંતુ ખેડૂતોએ પોતાની જાન દાવ પર લગાવી કૃષિ ક્ષેત્રે મબલખ ઉત્પાદન મેળવી અનાજના ગોદામ છલકાવી નાંખ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પારીત કરવામાં આવેલ ત્રણ "કાળા કૃષિ કાયદા" ગેરબંધારણીય અને ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યા છે. આ કાયદા બનાવતા પહેલા કોઈ પણ ખેડૂત સંગઠન સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો નથી તેમજ તજજ્ઞો પાસે કે કમિટી પાસે કોઈ સલાહ સુચન લેવામાં આવ્યા નથી તેમજ રાજ્યસભાની પ્રક્રિયામાંથી પણ પસાર કરવામાં આવ્યા નથી. જે ગેરલોકતાંત્રિક ગેરબંધારણીય અને ખેડૂત વિરોધી છે.

 

 

 

 

આ અંગે સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે જણાવ્યુ હતું કે, આ કાયદાથી સમગ્ર ખેડૂત આલમ અસલામતી અને અવિશ્વાસનો અનુભવ કરે છે. આ કાયદાની જોગવાઈ મુજબ આવનારા ભવિષ્યમાં ખેડૂતો જમીનવિહોણા થઈ જશે અને કૃષિક્ષેત્ર મલ્ટીનેશનલ કંપનીના કબ્જામાં ચાલી જવાની પ્રબળ સંભાવનાઓ રહેલી હોય. જેથી ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ ચારો બચતો ન હોય તેમજ છેલ્લા 30 વર્ષમાં 4 લાખથી પણ વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હોય આ બાબતને ગંભીરતાથી લઈ ત્રણે કૃષિ કાયદા તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ MSP (C2+50%)ને કાયદેસર બાંહેધરી આપી ખેડૂતોનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માગ કરવામાં આવી હતી. સંયુક્ત કિસાન મોરચા પ્રેરિત આ ઐતિહાસિક આંદોલન ફક્ત કૃષિ કે ખેડૂતો પૂરતું જ નહીં પરંતુ લોકતંત્રને બચાવવા માટે પણ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application