સુરતના પલસાણા તાલુકાનાં કડોદરાના પ્રિયંકા ગ્રીન સિટી ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની યુવતીને તેમના બાજુમાં આવેલ બાલાજી નગર સોસાયટીમાં રહેતા રાહુલસિંગ નામનો યુવક છેલ્લા ઘણા સમયથી માનસિક ત્રાસ આપી છેડતી કરી રહ્યો છે. આ માથાભારે યુવક અગાઉ હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલો હતો. આ યુવતીની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી જણાવ્યુ હતું કે, અવારનવાર મારી દીકરીની છેડતી કરે છે અને તેના પર એસિડ ફેંકવાની ધમકી આપે છે અને યુવતી આ ટપોરીની વાત નહીં માને તો એસિડ ફેંકવા સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે. ગતરોજ તલવાર લઈ ફળિયામાં ખુલ્લેઆમ રાહુલે હોબાળો મચાવ્યો હતો. જોકે, આ બાબતે પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકના ત્રાસથી પરિવારે કડોદરા છોડી હિજરત કરવાની પરત પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
ભાજપ સાથે સંકળાયેલી બે મહિલા આ યુવકને ઉશ્કેરી યુવતીને ત્રાસ આપવાનું ષડયંત્ર રચ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર આ પરપ્રાંતીય મહિલાને સ્થાનિક અન્ય બે મહિલાઓ માનસિક રીતે ત્રાસ આપવા માટે પાછળ પડી હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. ભાજપ સાથે સંકળાયેલી બે મહિલા આ યુવકને ઉશ્કેરી યુવતીને ત્રાસ આપવાનું ષડયંત્ર રચ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે. પોલીસ જો ગંભીર નહીં બને તો સામાન્ય ગણાતું આ પ્રકરણ મોટું સ્વરૂપ લેવાની શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500