સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક યુવક સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. જે અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જે તપાસ દરમિયાન સુરત જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે સગીરા તેમજ અપહરણ કરનાર યુવકને કોસંબા ઓવરબ્રિજ નજીકથી ઝડપી પાડી તેનો કબ્જો કોસંબા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તા.25-06-2018ના રોજ માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે કીમ ચાર રસ્તા નજીક રહેતો એક યુવક મહેન્દ્રકુમાર શંકરલાલ દમામી કે જે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે અંગે સગીરાના પિતાએ કોસંબા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી અને 3 વર્ષ બાદ સુરત જિલ્લા એસઓજી પોલીસને બાતમી મળતા તેમણે સગીરાનું અપહરણ કરનાર યુવક મહેન્દ્રકુમાર દમામી (મૂળ રહે. વેલારગામ,સ્કૂલની ગલી,તા.બાલી,જિ.પાલી,રાજસ્થાન) નાને તેમજ સગીરાને કોસંબા ઓવરબ્રિજ પાસે નેશનલ હાઈવે નંબર-48 પર કીમ તરફ જતાં રસ્તા પરથી ઝડપી પાડ્યા હતા અને તેનો કબ્જો કોસંબા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500