સુરતના ઓલપાડના કુડસદ ગામે આવેલ ઉમિયા કોમ્પ્લેક્ષના દેવનારાયન સુપર સ્ટોરમાં દિન-દહાડે ચોરીની ઘટના બની હતી અને સ્ટોરના ગલ્લામાંથી 50 હજારથી વધુની કેસ લઈ યુવક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે કીમ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડના કુદસદ ગામે દિન-દહાડે ચોરીની ઘટના બનવા પામી હતી જ્યાં ઉમિયા કોમ્પલેક્ષમાં સવારે દેવનારાયન સુપર સ્ટોરમાં એક યુવક રોકડા 50 હજાર ગલ્લામાંથી લઈને નાસી છૂટ્યો હતો. દુકાનદાર કોઈ કામ માટે દુકાનના પાછળમાં ભાગમાં ગયો હતો. તે સમય દરમિયાન યુવક દુકાનમાં ઘુસી જઈ ચોરી કરી હતી. જોકે આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલ સી.સી.ટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. યુવક સ્ટોરના ગલ્લામાંથી 50 હજારથી વધુની કેસ ચોરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે કીમ પોલિસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application