સુરત જિલ્લામાં આવેલ કાપડ માર્કેટ વિસ્તારમાં શરૂ કરાયેલા વેક્સિન સેન્ટર પર કારીગર-મજુર વર્ગ વહેલી સવારના 6 વાગ્યાથી લાઇનો લગાવે છે. વેક્સિન લેવા આવનારાઓની સંખ્યા 500થી 700ની હોય છે. જ્યારે જથ્થો માત્ર 150થી 200 જ ફાળવવામાં આવે છે.
જે.જે. માર્કેટના અગ્રણી રાજુભાઇ કારીયાએ જણાવ્યું કે, વેક્સિન મૂકાવવા માટે કારીગર-મજૂર વર્ગ બીજા બધાં કામ ધંધા છોડીને વહેલી સવારના 6 વાગ્યાથી લાઇન લગાવે છે. વેક્સિન માટેના ટોકન 8:30 વાગ્યે શરૂ કરવામાં આવે છે. ટોકન ખૂબ જ મર્યાદિત 150થી 200 જેટલા હોવાને કારણે ત્રણ ગણાં લોકો પરત ફરે છે.
કાપડ માર્કેટ વિસ્તારમાં જે.જે. માર્કેટ સહિત ત્રણ માર્કેટોમાં વિનામૂલ્યે રસી આપવાનો કાર્યક્રમ આરોગ્ય વિભાગ તરફથી શરૂ કરવામાં આવ્યો છે. વેક્સિન મૂકાવવા માટે કારીગર મજૂર વર્ગમાં પહેલાં ઉત્સાહ નહોતો, પરંતુ બાદમાં સ્વયંભૂ ઉમટી રહ્યા છે. માર્કેટ વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી વેક્સિન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500