સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકાના ઉપલી બજાર વિસ્તારમાં આવેલ હનુમાન ગલીની બાજુમાં રોયલ સ્ક્વેર નામની બિલ્ડીંગના બાંધકામ દરમિયાન હંગામી લિફ્ટ તૂટી પડતાં સર્જાયેલી દુર્ઘટનામાં એક 35 વર્ષીય મજૂરને ગંભીર ઇજા પહોંચતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.
બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ઘીનૈયાના રાજમાં નગરમાં બિનઅધિકૃત બાંધકામનો રાફડો ફાટી નીકળ્યો છે. જે બાંધકામની પરવાનગી આપવામાં આવી છે ત્યાં પણ ચાલી રહેલા કામમાં કામદારોની સલામતીની કોઈ વ્યવસ્થા નથી. નગરના ઉપલી બજાર વિસ્તારમાં આવેલ હનુમાન ગલીની બાજુમાં મોજીલા કન્સ્ટ્રક્શન દ્વારા રોયલ સ્ક્વેર નામના બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ બાંધકામમાં અગાઉ પણ સલામતીની વ્યવસ્થા વગર ચાલી રહેલી કામગીરીમાં માટી ધસી પડતાં કેટલાક મજૂરો દબાયા હતા. જેમને સારવાર માટે ખસેડયા હતા ત્યારબાદ પણ કન્સ્ટ્રક્શન કંપની સલામતીની વ્યવસ્થા વગર કામગીરી કરી રહયા છે. પરિણામે મંગળવારના રોજ હંગામી લિફ્ટ તૂટી પડી હતી. જેમાં ધર્મેશભાઈ જશવંતભાઈ ગામીત લિફ્ટ નીચે દબાઈ જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. પ્રાથમિક સારવાર માટે સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application