Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લિંબાયત ઝોનમાં અનવર નગર ઝૂંપડપટ્ટીને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરાઈ

  • May 24, 2022 

સુરત કોર્પોરેશનનાં લિંબાયત ઝોનમાં અનવર નગર ઝૂંપડપટ્ટીને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. પરંતુ સ્થાનિક અસરગ્રસ્તોના વિરોધનાં કારણે આ કામગીરી શરૂ કરવામાં આવી ન હોતી. જોકે, સવારથી જ સુરત મહાનગરપાલિકા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગર પાલિકાએ ભૂતકાળમાં વિકસાવેલી અનવર નગર ઝૂંપડપટ્ટીમાં હવે લાઈનદોરી મૂકવામાં આવી છે.



આ લાઇન દોરીનો અમલ કરવા માટે લિંબાયત ઝોને લાઈન દોરીના અમલ માટે નોટિસ આપતા વિવાદ ઉભો થયો હતો. ડિમોલીશન પહેલાં અસરગ્રસ્તોએ ધરણા કર્યા હતા. જોકે વિરોધ જોતાં ડિમોલિશનની કામગીરી અટકે તેમ હોવાથી પાલિકાએ અસરગ્રસ્તોને વિવિધ યોજના હેઠળ આવાસ આપવાની બાયંધરી આપી હતી. આ બાયંધરી બાદ આજરોજ સવારથી અસરગ્રસ્તોના સહકારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.



સુરતના રીંગ રોડને સાકાર કરવા માટે 1984-85માં રિંગ રોડ અને સિવિલ 4 રસ્તાથી પાંડેસરા-બમરોલી રોડના વિકાસ અર્થે સુરત મહાનગરપાલિકાએ અસરગ્રસ્ત પરિવારને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થાના ભાગરૂપે રિંગ રોડથી સ્થળાંતર કરીને ટી.પી.7 (આંજણા), ફા. પ્લોટ નં.117 પર 10×12નાં પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી.



આ વસાહત ત્યારબાદ અનવર નગરના નામે ઓળખાતી હતી. ત્યારબાદ હવે શહેરના વિકાસ થતાં આ ઝુંપડપટ્ટી વિકાસને અવરોધ રૂપ ગણીને ઝૂપડપટ્ટીને દૂર કરી રસ્તો બનાવવા માટે પાલિકાએ નોટિસ આપી હતી. પાલિકાની નોટિસ બાદ સ્થાનિકો દ્વારા ડિમોલિશનની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ પાલિકાએ ભૂતકાળમાં સ્લમ ફ્રી સિટી માટે ઝૂપડા દુર કરીને આવાસ આપવામા આવ્યા છે. તેવી જ રીતે આ અસરગ્રસ્તોને આવાસ આપવામા આવે તે પ્રકારની માગણી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application