સુરત શહેરમાં ગતરોજ ઠેરઠેર ગણપતિ વિસર્જનની યાત્રા કાઢવામાં આવી હતી જેથી ડિંડોલી વિસ્તારમાં એક મહિલા પણ પોતાની દોઢ વર્ષીય પૌત્રીને લઈને ઘરની બાહર વિસર્જન યાત્રા જોતા હતા. તે સમયે લોખંડના પતરાંને અડી જતા મહિલાને ઈલેક્ટ્રીક કરંટનો ખતરનાક ઝાટકો ખાતા મોતને ભેટી હતી. જોકે તેના હાથમાંથી પૌત્રી છૂટી જતા તેનું આબાદ બચાવ થઇ ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડિંડોલી ખાતે હળપતિવાસમાં રહેતા 46 વર્ષીય મધુબેન નવીનભાઈ રાઠોડ ગતરોજ બપોરના દોઢ વર્ષીય પૌત્રી રિયાંસીને લઈને ઘર નજીક એક દુકાન પાસે ઉભા રહીને ગણપતિ વિર્સજન યાત્રા જોતા હતા. તે સમય દરમિયાન દુકાનના લોખંડના પતરાંને મધુબેન અડી જતા ઈલેક્ટ્રીક કરંટનો ઝાટકો લાગ્યો હતો ત્યારે તેમના હાથ માંથી છૂટી જતા પૌત્રી રિયાંસીનો આબાદ બચાવ થઇ ગયો હતો. જોકે, કરંટનો ભયંકર ઝાટકો લાગતા ઘટના સ્થળે મધુબેનનુ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે પરિવારજનો અને સ્થનિકો પણ ત્યાં દોડી આવ્યા હતા. વિસર્જનના દીવસેજ બનેલી ઘટનાને પગલે પરિવારજનો તેમજ સ્થાનિકોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે ડીંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application