વાલોડનાં બાજીપુરા ખાતે આવેલ સુમુલ દાણની ફેકટરીની સામે સોનગઢથી સુરત જતાં રોડ ઉપરથી પીકઅપ ટેમ્પોમાં તરબૂચની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી જનાર ઉન ગામનાં યુવકને ઝડપી પાડી પાડી કૂલ રૂપિયા ૬,૦૯,૮૮૦/-નો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પ્રોહી. જથ્થો ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, વાલોડનાં બાજીપુરા ખાતે આવેલ સુમુલ દાણની ફેકટરની સામે સોનગઢથી સુરત જતાં રોડ ઉપરથી તારીખ ૨૫/૦૪/૨૦૨૫ નાંરોજ મહિન્દ્રા કંપનીની પીકઅપ ટેમ્પો નંબર જીજે/૧૯/વાય/૯૮૧૨નો ચાલક સોયેબ મુસ્તાકભાઈ શેખ (રહે.સત્યાનારણ નગર, ઉન, તા.ચોર્યાસી, સુરત)એ પોતાના કબ્જાની પીકઅપ ટેમ્પોમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બીયર ટીનની કૂલ ૯૧૨ નંગ બોટલો મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા ૧,૦૪,૮૮૦/- હતી. આમ, પોલીસે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનો જથ્થો, એક નંગ મોબાઈલ તેમજ પીકઅપ ટેમ્પોમાં ભરેલ તરબૂચનો જથ્થો અને પીકઅપ ટેમ્પો મળી કૂલ રૂપિયા ૬,૦૯,૮૮૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે પ્રોહી. જથ્થો ભરાવનાર અને મંગાવનાર મુકેશ (રહે.સુરત)નાંને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ ટેમ્પો ચાલક સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પ્રોહી. જથ્થો ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500