સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલી ગામની સીમમાં એક ખેતરમાં આવેલ બંગલીમાં રહેતી મહિલા જમી રહી હતી તે સમયે હાથની આંગળીના ભાગે ઝેરી સાપે ડંખ મારતા મહિલાનું મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં વરેલી ગામની સીમમાં સર્વે નંબર-122 વાળી જમીનમાં આવેલ બંગલીમાં રહેતા રમીલાબેન વિપુલભાઈ બાલીયા (ઉ.વ.24) જે ગતરોજ 4 વાગ્યાના સુમારે રીંગણની વાડીમા પોતાના ઘરે જમી રહ્યા હતા. તે સમયે તેમના ડાબા હાથની આંગણીના ભાગે કોઈ ઝેરી સાપે ડંખ મારતા તેને નવી સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં ફરજ ઉપર હાજર ડોકટરે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application