સુરત જિલ્લાનાં જુની બોમ્બે માર્કેટની સામે ગુજરાત હાઉસીગ બોર્ડમાં આવેલ એક રેડીમેડ ડ્રેસની દુકાનમાં દસ દિવસ પહેલા જ નોકરી ઉપર લાગેલ સેલ્સમેન આઠ દિવસના વકરાના અને દુકાન માલીકને ભાડાના આપવાના પૈસા મળી કુલ રૂપિયા ૭૦ હજાર ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો.
વરાછા પોલીસના જણાવ્યા મુજબ સરથાણા યોગીચોક સિલ્વર ક્રેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા ચેતનભાઈ પરષોત્તમભાઈ કાકડીયા, જુની બોમ્બે માર્કેટની સામે ગુજરાત હાઉસીંગ બોર્ડમાં વિવાદના નામે રેડીમેડ ડ્રેસની દુકાન ધરાવે છે. ચેતનભાઈઍ દુકાનમાં સેલ્સમેનની જરૂર હોવાથી દુકાનની બહાર જાહેરાતનું બોર્ડ માર્યુ હતુ જે જાહેરાત જોઈને જીગ્રેશ ઉર્ફે દેવ જોષી (રહે, રચના સોસાયટી કાપોદ્રા) ગત તા ૫ ફેબ્રુઆરીના રોજથી દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી ઉપર લાગ્યો હતો.
જીગ્નેશએ નોકરીના દસ દિવસ દરમિયાન ૧૫મી ફેબ્રુઆરીના રોજ બપોરના બારથી બે વાગ્યાના સમયગાળા દરમિયાન દુકાનના કાઉન્ટરમાંથી આઠ દિવસના વકરાના ભેગા થયેલા ૫૦ હજાર અને દુકાન માલીકને બે મહિનાના ભાડાના આપવાના મુકેલા રૂપિયા ૨૦ હજાર મળી રૂપિયા ૭૦ હજાર ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ચેતનભાઈની ફરિયાદ લઈ જીગ્નેશભાઇ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500