સુરતનાં કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડાયેલ નાર્કોટીક્સના ગુનામાં વોન્ટેડ બે આરોપીને સુરત ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે ઝડપી પડ્યા છે. જેમાં એક આરોપીને સાયણ સુગર રોડ ઉપર નહેર નજીકથી જ્યારે બીજાને ઓલપાડ તાલુકાનાં દેલાડ ચોકડી ખાતેથી ઝડપી પાડ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગૃપની અલગ અલગ ટીમો પેટ્રોલીંગમાં હતી.
તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળતા તેમણે ઓલપાડ તાલુકાનાં સાયણ સુગર રોડ ઉપર નહેર નજીકથી નાર્કોટીક્સના ગુનામાં વોન્ટેડ આરોપી લીપુ રમેશ નાહક (હાલ રહે. શ્રીરામ નગર સોસાયટી, અમરોલ) નાને ઝડપી પાડ્યો હતો અને તેણે ઉપરોક્ત ગુનાની કબૂલાત કરી હતી અને તેના મિત્ર કાન્હુચરણ ઉર્ફે ભગવાન નાએ ફોન કરી 10 કિલો ગાંજાનો જથ્થો મંગાવ્યો હોય જેથી લીપુ નાહકે અમિત નામના શખ્સ પાસેથી 10 કિલો ગાંજો મેળવી કાન્હુચરણ ઉર્ફે ભગવાનને આપ્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યારે એસઓજી પોલીસની ટીમે આ ગુનામાં વોન્ટેડ અન્ય એક આરોપી કાન્હુચરણ ઉર્ફે ભગવાન બિપ્રા પ્રધાન (રહે.દેલાડ ગામ, ખડી ફળિયું,ઓલપાડ) નાને દેલાડ ચોકડી નજીકથી ઝડપી પાડ્યો હતો. તેણે ગુનાની કબૂલાત કરતાં પોલીસે આ બંને વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500