Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જવેલર્સની દુકાનમાંથી અજાણ્યા તસ્કરો ઘરેણાં અને રોકડ ચોરી કરી ફરાર

  • December 15, 2021 

સુરતના ભેસ્તાન ચાર રસ્તા પાસે આવેલા ચોક્સી ર્કિતીકુમાર ચંદુલાલ શાહ જવેલર્સની દુકાનમાં દાદરની બાજુની દિવાલમાં એક ફૂટનું બાકોરૂ પાડી કાઉન્ટરના ખાનામાં મુકેલા 15.25 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં તેમજ 80 હજાર રૂપિયાની રોકડ મળી કુલ 16 લાખની મત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થયા હતા. જોકે ચોરોએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા છે. કેમેરાનાં ડીવીઆર બાબતે પોલીસ તપાસ કરી રહી છે.જયારે આ ઘટના ગત તા.14મીના મધરાત્રે બની છે. જવેલર્સના માલિક નિખિલ ર્કિતીકુમાર શાહે પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આજુબાજુના સીસીટીની કેમેરાના ફૂટેજ મેળવી અજાણ્યા ચોરોને શોધવા કવાયત હાથ ધરી હતી. ચોરોએ દાદરની બાજુની દીવાલમાં એક ફૂટ બાય એક ફૂટનું દિવાલમાં બાકોરૂ પાડી તેમાંથી બે ચોરો મધરાત્રે 2 થી 3 વાગ્યાના અરસામાં અંદર ઘૂસ્યા હતા અને બે ચોરો દુકાનમાં ચોરી કરતા દેખાયા છે જયારે કોઈક ગેંગે ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા પોલીસને લાગી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application