સુરતના કામરેજના અબ્રામા વિસ્તારમાં આવેલ એક ગેસ પંપનો કર્મચારી બપોરના સમયે પંપ માલિકની મોટરસાઇકલ લઈ બેકમાં પૈસા ભરવા માટે જઈ રહ્યો હતો. જ્યાં પંપના થોડા અંતરે જ રસ્તામાં પાછળથી આવેલ એક રેડ કલરની મોટરસાઇકલ પર આવેલા બે ઈસમો પૈકીના પાછળના ઇસમે પંપના કર્મચારીઓ પાસેથી 4.5 લાખ ભરેલું બેગ આચકી લેતા કર્મચારી રોડની સાઈડમાં આવેલા ખાડામાં જઈ પડ્યો હતો. ઘટના અંગે કર્મચારીએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજના અબ્રામા ગામે જયગુરુદેવ નામની સી.એન.જી ગેસ પંપ આવેલ છે અને ગત તા.30 ઓગસ્ટના રોજ પંપનો કર્મચારીઓ અમિતભાઇ પ્રતાપસિંગ વસાવા જે પંપના માલિક અભિષેકભાઈ મહેશભાઈ દેસાઈની મોટરસાઇકલ લઈ પંપની કેશ ભરવા માટે નજીકમાં અબ્રામા ગામે આવેલ બેંક ઓફ બરોડામાં જઈ રહ્યો હતો. તે દરમિયાન પંપના થોડે દુર અબ્રામા ગામની સીમમાં આવેલ મોટા વરાછાથી અબ્રામા ગામમાં જતા વણાંકમાં પાછળથી એક રેડ રંગની પલ્સર મોટરસાઇકલ પર બે ઈસમો અમિતભાઇની મોટરસાઇકલ નજીક આવતા અને પાછળ બેઠેલા ઇસમે ચાલુ મોટરસાઇકલે જ અમિતભાઇ પાસે રૂપિયા ભરેલું બેગ આંચકી લીધું હતું. બેગની પટ્ટી તૂટી જતા મોટરસાઇકલનું સંતુલિત ખોળવાઈ જતા અમિતાભાઈ મોટરસાઇકલ સહિત રોડની બાજુના ગટરના ખાડામાં જઈ પડ્યા હતા જેથી મોટરસાઇકલ પર આવેલા બે ચોર બેગ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે અમિતાભાઈએ પંપના માલિકને જાણ કરી હતી જે બાદ લૂંટનો ભોગ બનેલા અમિતભાઇ વસાવાએ કામરેજ પોલિસ મથકના બે અજાણ્યા મોટરસાઇકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી ઘટના અંગે પોલિસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application