તાજેતરમાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પ્રેરિત, જિલ્લા યુવા વિકાસ અધિકારી ગાંધીનગર સંચાલિત કચેરી દ્વારા ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૪નું ત્રી દિવસીય આયોજન યોજવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર અને પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી આહવા-ડાંગના તાબા હેઠળ કાર્યરત એકલવ્ય ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કૂલ સાપુતારા શાળાના આચાર્યશ્રી શિવરામભાઈ પાલવે તેમજ શાળાની ચિત્ર શિક્ષિકા કુ.હર્ષનાબેન બિરારીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિનીઓએ સ્પર્ધામાં ભાગ લઈ પ્રાચીન ગરબા સ્પર્ધામાં દક્ષિણ ઝોનમાં પ્રથમ ક્રમ તથા રાજ્ય કક્ષાએ પાંચમો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું તેમજ પ્રાયોજના વહીવટદારશ્રી-ડાંગ, આહવા તથા GSTES ગાંધીનગરનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ શાળા પરિવાર અને સંચાલક મંડળે તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આહવાએ વિદ્યાર્થિનીઓને અભિનંદન આપી શુભેરછા પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application