Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડભોલીમાં પ્લોટીંગના નામે કાકા-ભત્રીજા દ્વારા સાત પ્લોટ હોલ્ડર સાથે ઠગાઈ

  • September 05, 2021 

સુરતમાં ડભોલીમાં સન-૧૯૯૯માં પ્લોટીંગ કરનાર રાદડીયા કાકા-ભત્રીજા બિલ્ડરે રત્નકલાકાર સહિત સાત જણા પાસેથી બુકિંગ સમયે પ્લોટ દીઠ કુલ રૂપિયા ૭.૫૦ લાખ પડાવી લીધા બાદ જમીનનો ભાવ વધી જતા વધુ રૂપિયાની માંગણી કરી દસ્તાવેજ બનાવી નહી આપી બારોબાર પ્લોટ અન્યને વેચાણ કરી ઠગાઈ કરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કતારગામ અનાથ આશ્રમ રોડ હરી હરી સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાની મજુરી કામ કરતા ભરતભાઈ બાબુભાઈ ધોડાદરા (ઉ.વ.૫૨) એ સન-૧૯૯૯માં ડભોલી રેવન્યુ સર્વે નં-૯૨ વાળી જગ્યા પર બિલ્ડર રવજી શંભુ રાદડીયા (રહે.કંતેશ્વર સોસાયટી, અનાથ આશ્રમ પાસે, કતારગામ) અને અતુલ છગન રાદડીયા (રહે.કંતેશ્વર સોસાયટી, કતારગામ) દ્વારા કરવામાં આવેલ પ્લોટીંગમાં બુકિંગમાં રૂપિયા ૫૦ હજારમાં પ્લોટ ખરીદ્યો હતો. દરમિયાન સન-૨૦૧૧માં જમીનના ભાવ વધી જતા બિલ્ડરે વધુ એક લાખ રૂપિયાની માંગણી કરી હતી.

 

 

 

 

આ અંગે ભરતભાઈ તેમની ગોટાલાવાડી ખાતે આવેલી ઓફિસમાં મળવા માટે ગયા ત્યારે રવજી રાદડીયા અને તેના ભત્રીજ અતુલે ઉશ્કેરાઈને ઓફિસમાંથી કાઢી મુક્યા હતા. આરોપીઓએ ભરતભાઈ ઉપરાંત બાબુ દેવશી રાવળ, ભાવેશ મગન વરીયા, અરવિંદ ઠાકરશી ઘોડાદરા, ગોરધન વેલજી ટાપણીયા, દીલીપ કાંતી ધંધુકીયા, પ્રવિણ વલ્લભ સરવૈયા પાસેથી મળી કુલ રૂપિયા ૭,૫૦,૦૦૦/- બુકિંગ વખતે લીધા હોવા ઉપરાંત વધારાના પૈસાની માંગણી કરી કોઈને પણ દસ્તાવેજ બનાવી આપ્યા ન હતા અને પ્લોટ બારોબાર અન્ય પાર્ટીઓને વેચાણ કરી છેતરપિંડી કરી હતી. પોલીસે ભરતભાઈની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application