Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વીમા પોલીસીના બહાને નિવૂત બેન્ક કર્મચારી સાથે રૂપિયા 42.81 લાખની ઠગાઈ કરનાર યુપીની ટોળકી ઝડપાઈ

  • August 12, 2021 

સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતા નિવૂત બેન્ક કર્મચારીને તેના પિતાની રૂપિયા 50 હજારની પોલીસનીના 4 લાખ રૂપિયા જાઈતા હોય તો પોલીસી ઉતારવી પડશે હોવાનુ કહી વિશ્વાસમાં લઈ પેન્સન યોજના સહિતની વિવિધ લોભામણી સ્કીમોમાં બન્ક કર્મચારી, તેના પરિવાર તેમજ સગાસંબંધીઓના મળી 70 જટેલા લોકો પાસેથી કુલ રૂપિયા 44.11 લાખની પોલીસી ઉતારાવ્યા બાદ પોલીસી રીલીધ કરવા માટે જીએસટી, ટીડીએસ, ઈન્કમટેક્ષ, જીબીઆઈસી અને ગર્વમેન્ટ સિક્યુરીટીના રોકાણના બહાને કુલ રૂપીયા 42.81 લાખ પડાવી લઈ પોલીસી રીલીઝ નહી કરી છેતરપિંડી કરનાર યુપીની ટોળકીના 4 સાગરીતોને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા હતા.

 

 

 

 

 

સાયબર ક્રાઈમ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, અઠવાલાઈન્સ અશોકનગર પાસે દેના એપાર્ટમેન્ટમાં રહેતા દેના બેન્કના નિવુત ઓફિસર પિયુષભાઈ રજનીકાંત મહેતા (ઉ.વ.74) ઉપર ગત ઓક્ટોબર 2017માં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે યુવતીએ પોતાની ઓળખ રીચા શર્મા તરીકે આપી તમારા પિતાજીએ રૂપિયા 50 હજારની પોલીસ લીધી હતી. જે પોલીસી પાકી ગઈ છે તેની રકમ રૂપિયા 4 લાખ થાય છે અને પોલીસીની રકમ જાઈતી હોય તો તમારે પોલીસે લેવી પડશે અને તે પોલીસી તમારા કોઈ પરિવારના સભ્યોના નામે લેવી પડશે, ભેજાબાદ ટોળકીના રીચા શર્મા, નેહા મહેતા, પંકજ (એચ.ડી.એફ.સી), ખુશ્બુ ચૌધરી, બીનોઈ ચક્રવતી (વિમા લોકપાલ દિલ્હી), આશીષ શ્રીવાસ્તવ (જી.બી.આઈ.સી)એ અવાર-નવાર ફોન કરી ટીડીએસ, જીએસટી, ઈન્કમટેક્ષના નામે, બીજા રાજ્યમાંથી પૈસા ટ્રાન્સફર કરવા, પેન્શન યોજનાના નામે વિગેરે જેવી અલગ-અલગ સ્કીમો સમજાવી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધો હતો.

 

 

 

 

 

ટોળકીની વાતોમાં આવીને પિયુષભાઈએ પોતાની, પુત્ર, પુત્રવધુ, સગાસંબંધીઓઓ તેમજ ઓળખીતાઓના મળી 70 લોકોના નામે ભારતી એક્સા લાઈફ ઈન્સ્યુરન્સ, ઈન્ડિયા ફ્સ્ટલાઈફ ઈન્સ્યુરન્સ કંપનીના નામે રૂપિયા 25 હજારથી લઈને રૂપિયા 99,999 સુધીની મળીને કુલ રૂપિયા 44,11,989/-ની પોલીસે લેવડાવી હતી અને રીન્યુઅલ પ્રિમીયમના નામે રૂપિયા 4,23,921 ભરપાઈ કરાવ્યા હતા, ખુશ્બુ ચૌધરીએ પેન્શન સ્કીમના નામે રૂપિયા 1,81,919 ભરાવડાવ્યા હતા. ત્યારબાદ ટોળકીએ જીઈબી, ચાર્જ આરબીઆઈના નામે ફોન કરી ગર્વમેન્ટ સિક્યુરીટીના નામે 20 લાખ અને ઓડીટના નામે 5,52,000, ઈન્કમટેક્ષમાં ફાઈલ ક્લીયરીંગના ટેક્ષ પેટે રૂપિયા 11 લાખ પડાવ્યા હતા.

 

 

 

 

 

આ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ફંડ ટ્રાન્સફર કરવા માટે સિક્કાના ચાર્જના બહાને રૂપિયા10.41 લાખ પડાવ્યા હતા. અનુરાધા અને ચંદ્રકાંતે તમારુ પેમેન્ટ એક કરોડ થાય છે તે તમારા એક જ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ શકે તેમ નથી તો તમારી પત્ની ખાતુ અપડેટ કરવુ પડશે રૂપિયા 9.30 લાખ અને પેમેન્ટ રીલીઝ કરવાના ચાર્જ પેટે રૂપિયા 1.32 લાખ  મળી અલગ-અલગ ચાર્જના બહાને કુલ રૂપિયા 42,81,000 ટ્રાન્સફર કરાવી પડાવી લીધા બાદ પોલીસે રીલીઝ નહી કરી છેતરપિંડી કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરેલી તપાસમાં ગતરોજ અબ્દુલ મન્નાન અબ્દુલ કચ્યુમ ખાન (ઉ.વ.30, ધંધો કોન્ટ્રાકટર, રહે.પ્રશ્વિમ મહોલ્લા સુનેહરી વજીરગંજ બદાયુ, યુપી), ઉમર સલીમ મોર્યા (ઉ.વ.27, મોજપુર જાફરાબાદ,યુપી), ઈરફાન અહમદ નિશાર અહમદ (ઉ.વ.27, રહે, ન્યુ સીલમપુર શાહદરા દિલ્લી) અને આકીબ અન્સાર ખાન (ઉ. વ.33, રહે.કુરેશીયાન મહોલ્લા નુરનુમા મસ્જીદની બાજડુમાં સૈદપુર વજીરગંજ બદાયુ યુપી) ના ઓની ધરપકડ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application