Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાણાંની લેતીદેતીમાં શહેરના અલગ-અલગ જગ્યાએ 2 યુવક ઉપર જીલવેણ હુમલો

  • August 17, 2021 

ઉધના રોડ નંબર-6 નવા રોડ ચાર રસ્તા પાસે રૂપિયા 25 હજારની લેતીદેતીમાં યુવકને તેના જે બે મિત્રોએ જયારે કાપોદ્રામાં રૂપિયા 5 હજારની ઉઘરાણી માટે યુવક પર છારથી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોચાડવામાં આવી હોવાની ફરિયાદ જેતે પોલીસ મથકમાં નોંધાઈ હતી.

 

 

 

 

 

ઉધના પોલીસના જણાવ્યા મુજબ, ઉધના સંજયનગર ઝુપડપટ્ટીમાં રહેતા અને મજુરી કામ કરતા સતીષ નરેશ પાંડે ગત તા.15 મી ઓગસ્ટે રાત્રે જમીને સમિત કુરેશી અને છોટીયા ઉર્ફે નરેશ પાલ સાથે ઉભા હતા. તે સમયે છોટીયા પાસેથી સતીષ પાસેથી અગાઉના લેવાના નિકળતા રૂપિયા 25 હજારની માંગણી કરતા છેટીયાએ પૈસા સતીષને આપી દીધા છે તુ એની પાસેથી લઈ લેવાનું કહેતા સુમીતે રૂપિયા માંગતા સતીષે આપવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો, સુમીત અને છોટીયાએ બંને જણા ભેગા મળી ગાળો આપતા સતીષે ગાળો આપવાની ના પાડતા ઢીકમુ્ક્કીનો મારમારી, ‘આજ તુ મુજે પૈસા દે વરના તુજે ખતમ હી કર દેગે’ તેમ કહી હાથ-પગ અને પેટના ભાગે છરો મારી ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયા હતા.

 

 

 

 

 

જયારે બીજા બનાવમાં કાપોદ્રા પોલીસના જણાવ્યા મુજબ, સરથાણા સીમાડા નાકા સ્વામીનારાયણ નગર ખાતે રહેતા રત્નકલાકાર મુકેશ ભુપતભાઈ ગોંડલીયા એ ચાર મહિના પહેલા અશ્વિન નાથા કોરાટ પાસેથી રૂપિયા 5 હજાર ઉછીના લીધા હતા. જે પૈસા આપવા બાબતે ગત તા.15મી ઓગસ્ટના બપોરે કારગીલ ચોક રૂક્ષ્મણી સોસાયટીના ગેટ પાસે બોલાચાલી થતા ગાળાગાળી થઈ હતી. મુકેશે ગાળો આપવાની ના પાડતા અશ્વિને ઢીકમુક્કીનો મારમારી હાથના ભાગે છરો મારી ગંભીર ઇજા પહોચાડી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application