મોટા વરાછા વિસ્તારમાં રહેતી વૃદ્ધા મોટા વરાછા લજામણી રોડ પર આવેલ શાકભાજી માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા માટે ગયા હતા. આ સમયે બે મહિલાઓએ શાકભાજી ખરીદવાના મુદ્દે તેમની સાથે ધક્કામુક્કી કરી વૃદ્ધાની નજર ચૂકવી તેના ગળામાં પહેરેલી રૂપિયાય 1 લાખની સોનાની રુદ્રાક્ષની માળા ચોરી કરી બંને મહિલાઓ ફરાર થઇ ગઇ હતી. બનાવને પગલે વૃદ્ધાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને મહિલા સામે સોનાની 1 લાખની ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટા વરાછા સેટેલાઇટ રોડ પર આવેલ વૃંદાવન રો-હાઉસમાં રહેતા ગણેશભાઇ ઝવેરભાઇ નાકરાણીની 62 વર્ષીય પત્ની જમનાબેન સાંજે પાંચ વાગ્યાના અરસામાં મોટા વરાછા લજામણી રોડ પર આવેલ રઘુવીર શોપર્સની સામે શાકભાજી માર્કેટમાં શાક ખરીદવા માટે ગયા હતા. સાંજે પાંચથી સાડા પાંચ વાગ્યાના અરસામાં તેઓ શાકભાજી ખરીદી કરી રહ્યા હતા. ત્યારે 30 થી 35 વર્ષની ઉંમર ધરાવતી અને ડ્રેસ પહેરેલી બે મહિલાઓ તેની પાસે આવી હતી. આ બંને મહિલાઓએ શાકભાજી ખરીદવાના બહાને જમનાબેન સાથે ધક્કા મુક્કી કરી તમને વાતોમાં ભોળવ્યા હતા.
આ દરમિયાન જમનાબેનની નજર ચૂકવી બંને મહિલાઓએ જમનાબેનના ગળા માંથી રૂપિયા 1 લાખની રુદ્રાક્ષની માળા ચોરી કરી લીધી હતી. બાદમાં બંને મહિલાઓ ફરાર થઇ ગઇ હતી. બનાવને પગલે આખરે બાદમાં જમનાબેન ને જાણ થતા તેઓએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ તો અમરોલી પોલીસે જમનાબેનની ફરિયાદ લઇ બંને મહિલાઓ સામે સોનાની 1 લાખ રૂપિયાની ચેઇન ચોરીનો ગુનો નોંધી બન્ને મહિલાઓને ઝડપી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500