પલસાણા તાલુકાનું ઔદ્યોગિક હબ ગણાતું તાંતીથૈયામાં દેહ વેપારના દુષણ કારણે પણ બદનામ છે. શનિવારના રોજ કડોદરા પોલિસ ટીમે તાંતીથૈયાખાતે સોનિપાર્ક 2માં શાકભાજી માર્કેટની પાછળ આવેલ રાજુભાઇ ગુપ્તાની બિલ્ડિંગમાં રેડ કરી હતી. પોલિસે અહીં વિવિધ રાજ્યમાંથી આવેલી 4 યુવતિઓ દેહવીક્રિયના વ્યવસાય માંથી છોડાવી હતી. પોલીસે રેડ દરમિયાન ઝડપાયેલો ગ્રાહક એવો નવસારી દશેરા ટેકરી રહેતો મિતેષભાઈ નટુભાઈ ઓડ અને બિલ્ડિંગના ભાડે રૂમ રાખી કૂટણખાનું ચલાવતો અને મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ તાંતીથૈયા સોનીપાર્ક 2માં રહેતો રાજેશભાઈ મહાદેવભાઈ દત્તની ધરપકડ કરવામાં આવી હતી.
પોલિસ પૂછપરછમાં ઝડપાયેલી યુવતીઓએ કબુલ્યું હતું કે, રાજેશ ગ્રાહક દીઠ 1000 વસુલતો હતો અને અમને ગ્રાહક દીઠ 500 હિસાબ કરી આપતો હતો. આમ, રાજેશ પોતાના અંગત સ્વાર્થ માટે રૂપિયા કમાવવા કૂટણખાનું ચલાવતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી રોકડ સહિત બે મોબાઈલ મળી 11,790/-નો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરૂદ્ધ ધી ઇમોરલ (પ્રિવેંશન) એકટ 1956 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application