સુરતનાં પલસાણા તાલુકાનાં જોળવા ગામે આરાધના ડ્રીમ સોસાયટીમાં આવેલ બે મકાનમાંથી એસઓજી પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે મકાનમાંથી 9.490 કિલોગ્રામ ગાંજાના જથ્થા સહિત કુલ રૂપિયા 97,900/-નો મુદ્દામાલ કબ્જે કરી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમ પલસાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, જોળવા ગામે આવેલ આરાધના ડ્રીમ સોસાયટીમાં મકાન નંબર-105 તથા 106માં ગાંજાનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. અને તેઓ આ ગાંજાનો જથ્થો સગેવગે કરવાની ફિરાકમાં છે.
જે બાતમીનાં આધારે એસઓજી પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં આ બંને મકાનમાંથી રૂપિયા 94,900/-નો 9.490 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ મકાનમાં હાજર બે વ્યક્તિ નરેન્દ્ર ઉર્ફે રામ અનંત છાત્રે (રહે.મકાન નંબર-402, લક્ષ્મી એપાર્ટમેન્ટ, જોળવા, પલસાણા), તથા બીદ્યાધરદાસ ભાસ્કરદાસ (રહે.આરાધના ડ્રીમ સોસાયટી,વિભાગ-01, જોળવા, પલસાણા) નાને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી મોબાઈલ ફોન તેમજ ગાંજો મળી કુલ રૂપિયા 97,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ સાગર સ્વાઈ ઓરિસ્સાથી આ ગાંજાનો જથ્થો વેચવા માટે લાવેલ હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500