માંડવી નગરનાં ખત્રીવાડમાં આવેલ ઉમિયા જવેલર્સ ખાતે બે અજાણ્યા ઈસમો આવ્યા હતા અને દુકાનદારને સોનાની બુટ્ટી લેવાની વાત કરતા બુટ્ટીઓ બતાવી હતી. પરંતુ બુટ્ટીઓ પસંદ ન પડવાનું જણાવ્યું હતું જેથી દુકાનદાર ડ્રોઅર ખોલીને અન્ય બુટ્ટીઓની કોથળી શોધતો હતો. ત્યારે બંને ઈસમો આ નહી તેમ જણાવી ડબ્બામાં હાથ ફેરવવા માંડી દુકાનદારની નજર ચૂકવી સોનાની સવા ત્રણ તોલાની ચેઈન જેની કીંમત આશરે 1,43,000/- તથા બીજી એક કોથળીમાં રાખેલ સોનાની કાનમાં પહેરવાની લટર 10 જોડ જેની કીંમત રૂપિયા 44 હજાર હતી. આમ, કુલ મળી રૂપિયા 1,87,000/-ના ઘરેણાં દુકાનદારની નજર ચૂકવી લઈ જઈ પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application