સુરતનાં પલસાણા તાલુકાના નિયોલ ગામે નવા ફળિયામાં રહેતા પ્રિયેશભાઈ ગુલાબભાઈ મિસ્ત્રી (ઉ.વ.0) કે જેઓ ગાર્ડન મિલમાં ફરજ બજાવે છે તેમજ તેની પત્ની વૃંદાબેન જેઓ સુરત રેલવે સ્ટેશન ખાતે મેલ સર્વિસ શોટિંગ અસિલેટર સ્પીડ પોસ્ટમાં ફરજ બજાવે છે. જોકે ગત તા.30મી નવેમ્બરના રોજ રાત્રીના સમયે રાબેતા મુજબ જમી પરવારીને સુઈ ગયા હતા ત્યારબાદ બાદ તા.1લી ડિસેમ્બરના રોજ મળસ્કે રાત્રીના 2:30 વાગ્યાના અરસામા કઈક ખખડવાનો અવાજ આવતા પરિવાર જાગીના સભ્યો જાગી ગયા હતા અને જેઓએ બે ઇસમોને મોબાઇલ ટોર્ચના અજવાળે તિજોરીમાં કઈક તપાસતા જોયા હતા જેથી પરિવારના સભ્યો એ બંને ચોરને પકડવા માટે દોડ્યા હતા જે જોઈ બંને ચોરો ઘરના પાછળના દરવાજેથી ઘરની બહાર ગઈ ફળિયાની દીવાલ કૂદી ભાગી છૂટ્યા હતા જે બાદ ઘરના સભ્યોએ ઘરમાં તપાસ કરતા ઘરની પાછળની બારીના સળિયા તૂટ્યા હતા અને તિજોરીમાં મુકેલ તમામ ઘરેણાં સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી, સેટ, વિટી મળી 2,07,698/-નો મુદ્દામાલ ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે કડોદરા પોલીસ જાણ કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application