Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કર્મચારીને બંદૂક બતાવી બે લુંટારૂ રૂપિયા 33 લાખની લુંટ કરી ફરાર

  • May 21, 2022 

સુરતનાં ડિંડોલીમાં આવેલ ઓમ નગર નજીક સવારે આંગડીયા પેઢીનાં કર્મચારીને બંદૂક બતાવી બે લુંટારૂ રોકડા રૂપિયા 33 લાખની લુંટ કરી ગણતરીનાં સમયમાં ફરાર થઈ જતા પોલીસ દોડતી થઇ છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના ઉધના સિલીકોન શોપર્સમાં આવેલી આંગડિયા પેઢીનનો કર્મચારી સવારે ડીંડોલી ઓમ નગર નજીક ખુલ્લા મેદાન પાસેથી પસાર થતો હતો.



ત્યારે બે અજાણ્યા તેને બંદૂક બતાવી તેની પાસેના રોકડા રૂપિયા 33 લાખની લુંટ કરી ગણતરીના સમયમાં ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતા દોડી ગયેલી પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ આજુબાજુનાં લોકોની પૂછપરછનાં આધારે લૂંટારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application