સુરત એલસીબીની પોલીસ ટીમે મહુવા તાલુકાનાં મીયાપુર ગામની સીમમાંથી વિદેશી દારૂ લઈને પસાર થઈ રહેલ ઈનોવા કાર સાથે બે વ્યક્તિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત જીલ્લા એલસીબી પોલીસની ટીમ બારડોલી તેમજ મહુવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, એક ઈનોવા કાર નંબર જીજે/15/સીબી/3893માં બે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરી વાંસદાથી અનાવલ અને મહુવાથી બારડોલી થઈ સુરતમાં જનાર છે. જેથી પોલીસની ટીમે મહુવાના મીયાપુર ગામ પાસે પરબડી ફળિયાની નજીક વોચ ગોઠવી હતી.
તે દરમિયાન વર્ણન મુજબની ઈનોવા કાર આવતા તેને અટકાવી હતી અને કારમાં તપાસ હાથ ધરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 72 બોટલ મળી આવી જેની કીંમત રૂપિયા 36,000/-નો હતી. આ વિદેશી દારૂના જથ્થા સાથે મહમદ ફરહાન મહમદ રફીક પાટનવાલા તથા મહમદ એજાજ અબ્દુલ અજીજ ઈંટવાલા (બંને રહે.સુરત) નાઓને ઝડપી પાડ્યા હતા. એલસીબી પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ ફોન, ઈનોવા કાર તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 4,43,620/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500