સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં માણેકપોર ગામનાં નેશનલ હાઈવે નંબર-53 ઉપરથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે ઈસમોને ઝડપી પડ્યા હતા. આ બંને ઈસમો નવાપુરથી કારમાં વિદેશી દારૂ ભરી સુરત શહેરમાં લઈ જતાં હતા તે દરમિયાન પોલીસે ઝડપી પાડી 3.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે બારડોલી તાલુકાનાં માણેકપોર ગામના નેશનલ હાઈવે નંબર-53 ઉપર ગુરુકૃપા હોટલ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની કાર નંબર જીજે/05/જેએ/8534 આવતા પોલીસે તેને અટકાવી હતી અને કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 42 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 29,400/-નો હતી.
જ્યારે કારમાં બેસેલ બે ઈસમો પૈકી, રણજીત રમેશભાઈ વળવી તથા કરણભાઈ ધીરજભાઈ ગામીત (બંને રહે.બાબરઘાટ ગામ, તા.ઉચ્છલ, જિ.તાપી)ના ઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બંને ઈસમોની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો નવાપુરથી કારમાં ભરી સુરત શહેરમાં લઈ જઈ રહ્યા હતા. પોલીસે આ બંને ઈસમો પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ, દારૂ તેમજ કાર મળી કુલ રૂપિયા 3.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500