Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરીની બાઇક સાથે 2 ઈસમો ઝડપાયા

  • August 13, 2021 

સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા નજીકથી ચોરીની બાઇક સાથે બે વ્યક્તિને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સોની પૂછપરછ દરમ્યાન ચોરીની બાઇક સાથે તેઓ અંકલેશ્વર તરફ જવા નીકળ્યા હતા. પોલીસે ચોરીની 4 બાઇક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 96,300/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલસીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, અગાઉ વાહન ચોરીમાં પકડાયેલ રોહિત ઉર્ફે પ્રદીપ તથા તેના એક માણસ સાથે મળી મોટર સાઈકલો ચોરી કરી અંકલેશ્વર તરફ લઈ જઇ વેચાણ કરનાર છે અને તેમની પાસે એક મોટરસાઈકલ નંબર જીજે/15/એજી/3453 તથા અન્ય એક મોટરસાઈકલ લઈ વેચાણ કરવા જનાર છે. જેઓ નાના વરાછાથી કામરેજ ચાર રસ્તા થઈ અંકલેશ્વર તરફ જનાર છે જે હકીકતના આધારે એલસીબી પોલીસે કામરેજ ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી.

 

 

 

 

 

તે દરમિયાન બાતમી મુજબના ઈસમો રોહિત ઉર્ફે પ્રદીપ ભીખાભાઇ ઉર્ફે વાલજીભાઈ નાકરાણી (રહે.વ્રજભૂમિ ટાઉનશીપ સેક્ટર-2 એપાર્ટમેન્ટ,સરથાણા,સુરત) તથા મગન ભગવાનભાઈ રાઠોડ (રહે.કેનાલરોડ,એચ.આર.પી સોસાયટી,કામરેજ) આવતા તેને ચોરીની 2 બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે પકડાયેલ બંને ઈસમોની પૂછપરછ કરતાં ચોરીની અન્ય 2 બાઇક સાથે પોલીસે કુલ 4 બાઇક અને મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 96,300/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application