સુરત જિલ્લા એલસીબી પોલીસે કામરેજ તાલુકાનાં કઠોર ગામના હદમાંથી વેલંજાથી અબ્રામા જતાં રોડ ઉપર આવેલ એક ખેતરમાંથી વિદેશી દારૂનું કાર્ટિંગનું નેટવર્ક ઝડપી પાડી બે કાર તેમજ 3.42 લાખનો વિદેશી દારૂ મળી 8.54 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, સુરત શહેરનો આરીફ બંગાલી એક બોલેરો પીકઅપ નંબર એમએચ/15/જીવી/2713માં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મંગાવી કામરેજના કઠોર ગામની હદમાં વેલંજાથી અબ્રામા રોડ ઉપર પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની કેનાલની બાજુમાં આવેલ રમેશભાઈ છોતુંભાઈના ખેતરમાં ભેંસના તબેલાની પાછળ અલગ-અલગ વાહનોમાં કાર્ટિંગ કરી રહ્યો છે.
પોલીસે રેડ કરતાં બોલેરો પીકઅપમાંથી એક સ્કોડા કારમાં માલનું શિફ્ટિંગ કરી રહયા હતા. પોલીસ પહોંચતા જ ત્રણ ઈસમો રાત્રિના સમયે ભાગી ગયા હતા જ્યારે પીકઅપનો ચાલક લક્ષ્મણલાલ વનાજી ગુર્જર (રહે. રાજસ્થાન) તેમજ રાજેશ ઉર્ફે રાજા પ્રવીણ સિંગાપુરી ઝડપાયા હતા. જ્યારે પોલીસે તપાસ કરતાં પરપ્રાંત બનાવટની વિદેશી દારૂની 1896 બોટલ જેની કિંમત રૂપિયા 3.42 લાખ 2 કાર તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા 8.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનામાં ભાગી જનાર ત્રણ ઈસમો તેમજ આરીફ બંગાલીને વોન્ડેટ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500