સુરત જિલ્લામાં કામરેજ તાલુકાનાં દેરોદ ગામમાં આવેલ સોસાયટીના એક મકાનમાં બે ઈસમો ડુપ્લિકેટ વિમલ પાન-મસાલા તમાકુ બનાવતા હતા કામરેજ પોલીસે રેડ કરી બંને ઈસમોને ઝડપી પાડી કુલ રૂપિયા 2,72,465/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાનાં દેરોદ ગામમાં આવેલ સનરેસીડન્સીમાં મકાન નંબર-44 માંથી નકલી ગુટખા બનાવતુ કારખાનું ઝડપાયુ છે અને બે ઈસમો ડુપ્લિકેટ ગુટખા બનવાનું કારખાનું ચલાવી રહ્યા છે જે અંગેની મળતી બાતમીનાં આધારે કામરેજ પોલીસે રેડ કરી રૂપિયા 2.72 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી હતી.
જેમાં જયેશ લિંબાભાઈ પટોડીયા (રહે.દેરોદ ગામ, સંતરેસીડન્સી, તા.કામરેજ અને મૂળ રહ.હર્ષદપુરગામ, જી.જામનગર) તથા દેવચંદ નાગજીભાઇ ગોંડલીયા (રહે.શ્યામળા રો-હાઉસ,લસકાણા,સુરત)ના ઓને ઝડપી લીધા હતા. આ બંને ઈસમો કોઈ પણ આધાર પુરાવા વિનાં વિમલ પાન મસાલા તેમજ તમાકુ ડુપ્લીકેટ બનાવી ઓરીજીનલ તરીકે વેચાણ કરતા હતા. કામરેજ પોલીસે સ્થળ પરથી પેકિંગ મશીન, સહિત ગુટખા બનાવવાનો સામાન કબ્જે કરી બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500