બારડોલીનાં જૂના પાવર હાઉસ ખાતે રહેતો રતના કાનભાઈ ભરવાડ (22) પોતાના મિત્રો સાથે ચાલતા-ચાલતા રંગ અવધૂત મંદિરે જતાં હતા. તે સમયે શિવાજી સર્કલ નજીક તેના પિતાનો ફોન કાઢીને વાત કરવા જતાં જ પાછળથી મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા ઈસમો તેનો ફોન ઝૂંટવીને નાસી છૂટ્યા હતા.
તે સમયે રતના અને તેના મિત્રોએ બંનેનો પીછો કરતાં સરદાર વિલા સોસાયટી નજીક બંને ઈસમો મોટરસાયકલ મૂકી ખેતર તરફ નાસવા જતાં લોક-ટોળાએ બંનેને પકડી પાડ્યા હતા અને પોલીસને હવાલે કર્યા હતા.
પૂછપરછમાં બંનેએ પોતાના નામ ધરમવીરસિંગ સુખવિંદર સિંગ અને હરદીપસિંગ નિશાનસિંગ ભટ્ટી (બંને રહે.જોળવા,સાહીબા મિલ,તા.પલસાણા) હોવાનું જણાવ્યુ હતું. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500