Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે બાઈક સામસામે અથડાતા એક બાઈકમાં લાગી આગ

  • February 02, 2021 

સુરત જીલ્લાના બારડોલી તાલુકામાં નાંદિડા ચાર રસ્તા નજીક બે બાઈક સામસામે ભટકાતા એક બાઈકમાં આગ લાગી ગઈ હતી. જ્યારે અન્ય બાઈક પર સવાર એક આધેડને ઈજા થતા તેમને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

 

 

નાંદિડા ચાર રસ્તા નજીક બપોરના સમયે એક કેટીએમ ડ્યુક બાઈક અને અન્ય એક બાઈક સામસામે અથડાઈ હતી. જેથી કેટીએમ ડ્યુટમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને જોતજોતમાં આગે ભીષણ રૂપ ધારણ કરતા બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. જયારે અન્ય બાઈક પર સવાર એક આધેડને ઈજા થતા તેને તાત્કાલિક સુરતની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application