સુરત જિલ્લાની કામરેજ પોલીસે કામરેજની સુવર્ણભૂમિ રેસિડેન્સીમાંથી મોટર સાયકલના ડુપ્લીકેટ સ્પેરપાર્ટ્સ બનાવી વેચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂપિયા 69 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે કામરેજ ગામની સીમમાં આવેલી સુવર્ણભૂમિ રેસિડેન્સીના મકાન નંબર-266 તથા અન્ય જગ્યાએ તપાસ કરતા મોટર સાયકલના ડુપ્લીકેટ સ્પેરપાર્ટ્સ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રમેશ નાગજી સિરોયા (રહે.સુવર્ણભૂમિ રેસિડેન્સી, કામરેજ) અને નવનીત જશમત ઠુમ્મર ઉર્ફે નવનીત ભગત (રહે.લાલન કૃપા સોસાયટી, લાસ્કાણા, સુરત)ના ઓને ઝડપી લીધા હતા. પોલીસે બંને ઈસમો પાસેથી અલગ-અલગ કંપનીના સ્પેરપાર્ટ્સ અને પેકીંગની સામગ્રી મળી કુલ 69,160/-રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલા બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500