સુરત શહેરનાં ગોડાદરા એસ.એમ.સી. ગાર્ડન પાસેથી પસાર થતાં અતુલ શક્તિ થ્રી-વ્હીલ ટેમ્પોને એસ.ઓ.જી.ની ટીમે તપાસ હાથ ધરતા ટેમ્પોમાં પાણીના બોટલમાં દારૂની 56 બોટલો મળી આવી હતી જોકે હવે આ હેરાફેરીની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી. એસ.ઓ.જી. પોલીસે જણાવ્યું હતું કે, બાતમી મળી હતી જે આધારે પાણીની બોટલ સપ્લાય કરતા ઈસમો બુટલેગરોની મદદથી દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારબાદ બાતમી વાળો ટેમ્પો આવતા જોઈ ટેમ્પાને ઉભો રાખી તપાસ કરતા પાણીના કેરબામાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.આમ, પોલીસે ટેમ્પા ચાલક અંબાલાલ ભુરાલાલ મેવાડા (રહે.ચંદ્રલોક સોસાયટી,પરવતગામ) અને દિનેશ જેઠમલ મેવાડા (રહે.વૈકુંઠધામ,ગોડાદરા) ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી અને બંને ઈસમો મિનરલ વોટરના ટેમ્પોમાં મૂકેલાં કેરબામાં દારૂની હેરાફેરી કરી રોકડી કરી લેતા હતા. કેરબામાં મૂકેલી વિદેહ્સી દારૂની 56 બોટલની કીંમત રૂપિયા 29,120/- હતી. આ જથ્થો મંગાવનાર વૈકુંઠધામ સોસાયટીનાં દિનેશ ચોથાલાલ કલાલ અને માલ મોકલનાર સચીન સાંઇ નાથ સોસાયટીનાં પ્રભુલાલ ચત્રાજી મેવાડાને પણ ઝડપી લેવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application