સુરત શહેરનાં ન્યુઝ પેપરમાં કોમલ બ્યુટી પાર્લરના નામથી જાહેરાત આપી યુવતીઓ સાથે મિત્રતા કરાવવા, ચેટીંગ કરવા થતા રૂબરૂ મુલાકાત કરવાથી રૂપિયા 20 હજારથી લઈને 30 હજાર રૂપિયા આપવાની લોભામણી વાતો કરી ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવાનુ બહાને અલગ-અલગ ચાર્જના નામે સગરામપુરાના યુવક પાસેથી રૂપિયા 69 હજાર પડાવી છેતરપિંડી કરતી મુંબઈની યુવતી સહિત બે જણાની સાયબર ક્રાઈમ સેલ પોલીસે ધરપકડ કરી હતી.
સાયબર ક્રાઈમ સેલ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, રામઆશિષ સિયારામ પાસવાન (ઉ.વ.39, રહે.ઈન્ટેરીયર કોન્ટ્રાકટર.રહે,મુકેશ ઍપાર્ટમેન્ટ રામમંદિર રોડ વિરાર વેસ્ટ પાલઘર) અને સુષ્મા રમેશ ચલુવૈયા શેટ્ટી (ઉ.વ.32, ધંધો-નોકરી, રહે.જીવન જ્યોત ઍપાર્ટમેન્ટ વિરાર રોડ,બોરેગાંવ નાકા, નાલાસોપારા ઈસ્ટ પાલઘર)ની ધરપકડ કરી છે. આરોપીઓ ન્યુઝ પેપરમાં કોમલ બ્યુટી પાર્લરના નામથી યુવતીઓ સાથે મિત્રતા. ચેટીંગ તથા રૂબરૂ મુલાકાત કરાવાથી રૂપિયા 20 હજારથી લઈને 30 હજાર મળશે તેવી લોભામણી જાહેરાત આપી હતી. આરોપીઓએ સગરામપુરામાં રહેતા અને મજુરી કામ કરતા 27 વર્ષીય અજય રાઠોડને એન.આર.આઈ છોકરીઓ સાથે મુલાકાત કરાવી તેઓ સાથે બે કલાક વાત કરવાની અને ખુશ રાખવાથી રૂપિયા 25 હજારથી 30 હજાર આપવાની વાત કરી હતી. આરોપીઓની લોભામણી વાતોમાં વિશ્વાસમાં લીધા બાદ અજય રાઠોડ પાસેથી ગેટ પાસ, ગેસ્ટ હાઉસ બુકિંગ ચાર્જ સહિતના અલગ-અલગ ચાર્જના બહાને તેની પાસેથી કુલ રૂપિયા 69,410/- ગુગલ-પે ઍકાઉન્ટથી ટ્રાન્સફર કરાવી પડાવી લીધા હતા. બનાવ અંગે સાયબર ક્રાઈમ સેલમાં ગત તા.૩ માર્ચના રોજ ગુનો દાખલ થયો હતો.
વધુમાં સાયબર ક્રાઈમ સેલ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી પાસેથી મોબાઈલ નંગ-6, અલગ-અલગ બેન્ક ઍકાઉન્ટની 9 ચેકબુક અને ૫ એટીએમ કાર્ડ કબજે કર્યા છે. આરોપી રામઆશિષે સન 2009થી ગુના આચરી રહ્યા છે. સુરત, વડોદરા, અમદાવાદા, મુંબઈ, બેગ્લોર, ચેન્ન્નાઈ, હૈદરાબાદ તથા દિલ્હીમાં ન્યુઝ પેપરમાં જાહેરાતો આપતો હતો. અલગ-અલગ 11 બેન્કમાં ખાતા ખોલાવ્યા છે જેના સ્ટેટમેન્ટ ચેક કરતા ખાતામાં રૂપિયા 1,67,04,000/-ના ટ્રાન્જેકશન થયું હોવાનું બહાર આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500