સુરત જિલ્લાના કામરેજ પોલીસે ઉંભેળ ગામમાં આવેલ સાઈનાથ કોમ્પ્લેક્સમાં એક ઓફિસમાં જુગાર રમી રહેલા 12 જુગારીઓને રંગે હાથ પકડી લીધા હતા. જ્યારે એક શખ્સ પોલીસને જોઈને નાસી છુટતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી 10.68 લાખ રૂપિયાનો સામાન કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉંભેળ ગામે સાઈનાથ કોમ્પ્લેક્સમાં પ્રહલાદ જેલસિંગ ચૌધરીની ઓફિસમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે કામરેજ પોલીસે છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પર જુગાર રમી રહેલા પ્રહલાદ જેલસિંગ ચૌધરી, રફીકખાન ખુરશીદ અલી પઠાણ, જગદીશ દયારામ ચંદનાણી, જશવંત કાનજી પ્રજાપતિ, રવિન્દ્ર માંગીરામ જાટ, દિનેશ ભેરુલાલ દયા, જગબિરસિંગ મનીરામ જાટ, અમરજીત સતવિષ શર્મા, રંજયાસિંગ અવધેશસિંગ ઠાકુર, નટવરસિંગ કેલાવત, કલીમખાન અય્યુબ દિરાની, અને ધર્મેશ ચંદુલાલ બારોટના ઓની ધરપકડ કરી હતી. જ્યારે મહમદ ઇસ્માઇલ નામનો શખ્સ પોલીસને જોઈને નાસી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી 62,680/- રૂપિયા રોકડા, 18 મોબાઈલ ફોન કિંમત જેની કીંમત રૂપિયા 1,55,000/- તેમજ 3 ફોરવ્હીલ કાર કિંમત રૂપિયા 8.50 લાખ રૂપિયા આમ કુલ મળી 10,68,500/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500