Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડમ્પરની પાછળ કાર ઘુસી જતા બે ભાઈઓ સહિત ત્રણના મોત, બે ઘાયલ

  • September 16, 2021 

સુરતના હજીરા રોડ કવાસ ગામ ખાતે મિત્રને ઘરે મુકી પરત મોરાગામ જતા મિત્રોની કાર ક્રિભકો ટાઉનશીપ નજીક ડમ્પરના પાછળના ભાગે ઘુસી જતા સર્જાયેલા ગમખ્તવાર અકસ્માતમાં બે ભાઈ સહિત ત્રણ જણાના ઘટના સ્થળેજ કરુણ મોત થયા હતા જયારે બે જણાને ગંભીર ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અક્સ્માતમાં કારનો ખુરદો બોલાય ગયો હતો. ઘટના સ્થળે પહોચેલા ફાયરના સ્ટાફે કટરથી કારનું પતરુ કાપી મૃતદેહને બહાર કાઢ્યા હતા.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મોરાગામ ખાતે રહે ગુણાતી લક્ષ્મીઘર શાહુ, તેનો પુત્ર ગોતમકુમાર, ફોટ સ્ટુડીયો ચલાવતા મિત્ર  દિનેશ પત્તા, તેનો ભાઈ માણસ અને સુરેશ ગતરોજ મોડી રાત્રે કવાસગામ ખાતે રહેતા નિલુ નામના મિત્રને કારમાં ઘરે મુકવા ગયા હતા અને ત્યાંથી પરત મોરાગામ જતા હતા. તે વખતે પોણા એક વાગ્યાના આરસામાં હજીરા રોડ ક્રિભકો ટાઉનશીપના ગેટ નં-૧થી થોડા આગળ દિનેશ પત્તાએ રોડ ઉપર જતા ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર અથડાવી દેતા ગમ્ખ્તવાર અકસ્માત સર્જાયો હતો.

 

 

 

 

 

જેમાં દિનેશ, તેનો ભાઈ માણસ અને ગૈત્તમકુમારનું ઘટનાસ્થળે જ કરૂણમોત નિપજ્યું હતું જયારે ગુણાતી અને  સુરેશને ગંભીર ઇજા પહોચી હતી. બનાવની જાણ થવાની સાથે ઈચ્છાપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. અકસ્માત એટલો બધો જોરદાર થયો હતો કે, કારનો ખુરદો બોલાઈ ગયો હતો જેથી પોલીસે મૃતદેહ બહાર કાઢવા માટે ફાયર બિગ્રેડના સ્ટાફને બોલાવ્યા હતા. ઘટના સ્થળે પહોચેલા ફાયરના સ્ટાફે કટરથી કારનું પતરુ કાપી મૃતદેહને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ગુણાતી અને સુરેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયારે પોલીસે મૃતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવ અંગે ઈચ્છાપોર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application