સુરત શહેરમાં ફરીથી મોબાઈલ સ્નેચરો સક્રિય બન્યા હોય તેમ કતારગામ, સચીન જીઆઈડીસી અને અડાજણ વિસ્તાર માંથી ત્રણ જણાના મોબાઈલ ઝુટવાયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી.
અડાજણ પોલીસના જમાવ્યા મુજબ, રાંદેર નવયુગ કોલેજની સામે લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા વિનય પંકજભાઈ લાપસીવાલા (ઉ.વ.૨૮) ગત તા.૮મીના રોજ આનંદમહેલ રોડ પાસે જીયો કંપનીનું ટેબલ લગાવી સીમકાર્ડ વેચાણ કરતો હતો. તે વખતે મોપેડ ઉપર આવેલા બે અજાણ્યાઓ તેના હાથમાંથી રૂપિયા ૮ હજારની કિંમતનો મોબાઈલ આંચકી ફરાર થઈ ગયા હતા. સચીન જીઆઈડીસી પોલીસના જણાવ્યા મુજબ સબનમનગર ઈકરા સ્કુલની બાજુમાં રહેતા સંજીતકુમાર પાસવાન પિપરધન પાસવાન (ઉ.વ.૩૧) ગત તા.૨૬મીના રોજ સવારે આઠેક વાગ્યે ઉન રાહત સોસાયટી પાસેથી ચાલતા-ચાલતા મોબાઈલ પર વાતો કરતા જતા હતા ત્યારે બાઈક પર આવેલો અજાણ્યો હાથમાં રૂપિયા ૮ હજારની કિંમતનો મોબાઈલ આંચકી નાસી ગયા હતા.
જયારે કતારગામ પોલીસના જણાવ્યા મુજબ, અડાજણ પાટીયા નહેરુનગર ઝુપડ પટ્ટીમાં રહેતા જયેશ વિજય વસાવા (ઉ.વ.૨૦) ગત તા.૩૦મીના રોજ કતારગામ કપુર જેમ્સ હિરાના કારખાનામાંથી કામ શીખી બહાર આવતો હતો તે વખતે હિરો હોન્ડા સ્પેન્ડર મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યાઓ પૈકી પાછળ બેસેલા અજાણ્યાએ પાછળના રોડ ઉપરથી રૂપિયા ૧૦ હજારની કિંમતનો મોબાઈલ ઝુટવી નાસી ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500