Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : તારીખ 15 મે’નાં રોજ સરથાણા, વરાછા એ-બી, લિંબાયત અને ઉધના ઝોનનાં અનેક વિસ્તારમાં પાણી કાપ રહેશે

  • May 14, 2024 

સુરત પાલિકાના વરાછા બી ઝોનમાં ડી.જી.વી.સી.એલ.નાં સીમાડા ફીડરના શટડાઉનના કારણે પાણી પુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત વાલક ઈન્ટેકવેલ થી સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ રો-વોટર લઈ જતી નળીના લીકેજની કામગીરી પણ હાથ ધરાશે. આ કામગીરીને પગલે વાલક ઈન્ટેકવેલથી પાણી પુરવઠો આપી શકાશે નહીં, આ કામગીરી તારીખ 15 મે બુધવારના રોજ હાથ ધરવામાં આવશે દરમિયાન સુરત પાલિકાના સરથાણા, વરાછા એ-બી, લિંબાયત અને ઉધના ઝોનના અનેક વિસ્તારમાં થશે પાણી કાપ રહેશે.


આ દિવસ દરમિયાન લોકોને જરૂરિયાત મુજબ પાણી પુરવઠાનો સંગ્રહ કરવા તથા કરકસર પુર્વ પાણીનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.  સુરત પાલિકા દ્વારા શહેરના લોકોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે પરંતુ આગામી તારીખ 15 મે’ના રોજ બુધવારે ડી.જી.વી.સી.એલ. તરફથી સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં સીમાડા વિસ્તારમાં આવેલા ફીડરનું શટડાઉન કરવામાં આવશે. આ શટડાઉનના કારણે પાવર સપ્લાય બંધ રહેશે પાવર બંધ રહેતા આ સમય દરમિયાન વાલક ઇન્ટેક વેલથી સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી 1000 મીમી વ્યાસની રો-વોટર પાઈપ લાઈનમાં વી.ટી.નગર પાસેની લાઈન લીકેજ છે તેને રીપેર કરવામાં આવશે.


આ ઉપરાંત સીમાડા ફિલ્ટર હાઉસ થી ભૂગર્ભ ટાંકી ભરતી 1000 મી.મી. વ્યાસની એમ.એસ.નળીકા પરની લીકેજની કામગીરી હાથ ધરવામાં આવશે. તારીખ 15 મે’ના રોજ બુધવારે આ કામગીરી હાથ ધરવામાં આવશે જેના કારણે પાલિકાના પાંચ ઝોન જેમાં વરાછા એ-બી, લિંબાયત અને ઉધના ઝોનના અનેક વિસ્તારમાં થશે પાણી કાપ રહેશે. આ પાંચ ઝોનમાં પાણી પુરવઠો નહીં મળે તેથી એક દિવસ માટે જરૂર મુજબનો પાણી પુરવઠોનો સંગ્રહ કરવા તથા કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે પાલિકાએ લોકોને અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application