સુરતના પુણા ગામ આઈમાતા રોડ સરીતા વિહાર સોસાયટીમાં આવેલા વેપારીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો સાડી, વર્ક સાડી તેમજ લેસ કાપડનો જથ્થો મળી કુલ રૂપિયા 2.58 લાખની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે ખાતાના માલીક દ્વારા ગતરોજ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પુણા ગામ આઈમાતા રોડ સરીતા વિહાર સોસાયટીમાં રહેતા દેવારામ ઉત્મારામ દરજી ઘરેથી જ સાડી ઉપર લેસ પટ્ટી લગાડવાનો ધંધો કરે છે. દેવારામના ઘરે ગત તા.19 એપ્રિલના 2021ના રોજ રાત્રે આઠ વાગ્યાથી 30 મે 2021ના સમયગાળા દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ દેવારામના મકાનનું તાળુ કોઈ ડુપ્લેકેટ ચાવીથી ખોલી અંદર ઘુસ્યા હતા અને વર્ક કરેલી સાડી, પ્રિન્ટ સાડીઓ નંગ-277 અને ડુપીયન લેસ કાપડ 1610 મીટર તેમજ કાપડ માપવાની ઘોળી મળી કુલ રૂપિયા 2,58,570/-ના મતાની ચોરી કરી નાસી ગયા હતા. અઢી મહિના પહેલા થયેલા ચોરીના બનાવ અંગે દેવારામે ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500