કામરેજ તાલુકાના કઠોર ગામે રંગોલી ચોકડી ખાતે શિવ આસ્થા કોમ્પ્લેક્ષમાં નવકાર મોબઈલ નામની દુકાન ચલાવનાર રોનકભાઈ રમેશભાઈ શાહ જે દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારબાદ મોબઈલની દુકાનમાં રાત્રી દરમિયાન કેટલાક અજાણ્યા ઈસમો મોબઈલ શોપને નિશાન બનાવી દુકાનની પાછળના ભાગે બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ્યા હતા અને અલગ-અલગ કંપની ના કુલ 18 નંગ મોબઈલ ચોરી કરી ગયા હતા જેની કીંમત રૂપિયા 2.29 લાખ હતી. તેમજ દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પોતાની ઓળખ ના થાય તે માટે સીસીટીવી કેમેરાનું ડીવીઆર ઉઠાવી ગયા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે આજનાં ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application