Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અવધ ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડની દુકાનમાંથી 1.32 લાખની ચોરી

  • August 11, 2021 

પુણા કુંભારીયા રોડ પર આવેલ અવધ ટેક્સટાઇલ માર્કેટમાં બંધ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. અજાણ્યા ચોર ઇસમોએ ટેક્ષટાઇલ માર્કેટમાં આવેલ દુકાનના બંને તાળા ડુપ્લિકેટ ચાવી વડે ખોલી દુકાનમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા 1.32  લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ વેપારીએ પોલીસને કરી હતી. પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર તપાસ કર્યા બાદ અજાણ્યા ચોર ઇસમો સામે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પુણા ગામ ખાતે આવેલ દર્શન રેસિડન્સીમાં રહેતા પ્રકાશભાઇ જગદીશભાઇ રાઠી પુણા કુંભારીયા રોડ પર અવધ ટેક્સટાઇલ માર્કેટમાં ઇન્ડિયન એપિક નામની સાડીની દુકાન ધરાવે છે. ગત તારીખ 07/08/2021ના સાંજે 7.30 વાગ્યા થી તારીખ 09/08/2021ના સવારે 10.30 વાગ્યાના સમયગાળા દરમિયાન બંધ હતી. ત્યારે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ તેમની દુકાને નિશાન બનાવી હતી. અજાણ્યા ચોર ઇસમોએ તેમની દુકાનના શટરના બંને તાળાની ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ આ ચોર ઇસમોએ દુકાનના કેશ કાઉન્ટરમાં મુકેલા રોકડા રૂપિયા 1.32 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે આખરે બીજા દિવસે સવારે પ્રકાશભાઇને જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર કેસની તપાસ કર્યા બાદ પ્રકાશભાઇ રાઠીની ફરિયાદ લઇ અજાણ્યા ચોર ઇસમોએ સામે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application