Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરાછામાં હીરાની ઓફિસના ગેટના સીસીકેમેરાની ચોરી

  • June 15, 2021 

વરાછા પોદ્દાર આર્કેટમાં આવેલ હિરાની ઓફિસના ગેટ ઉપર લાગેલા બે સીસી ટીવી કેમેરા કોઈ અજાણ્યો ચોરી કરી નાસી ગયો હતો.

 

 

 

 

વરાછા પોલીસના જણાવ્યા મુજબ વરાછા પોદાર આર્કેટ ખાતે રામક્રુષ્ણ બિલ્ડિંગમાં વરાછા ક્રિસ્ટલ જેમ્સ નામની હીરાની ઓફિસ આવેલી છે આ ઓફિસના ગેટ ઉપર લાગેલા બે સીસીટીવી કેમેરા ગત તા.ચોથી જુનના રોજ રાત્રીના સુમારે કોઈ અજાણ્યો ચોરી કરી નાસી ગયો હતો.

 

 

 

 

બીજા દિવસે સવારે ઓફિસના ઍકાઉન્ટન્ટ રેનીશ મનુસખ ભાઈ ઝાલાવાડિયા (રહે.કામરેજ પટેલનગર સોસાયટી)ને અશોકભાઈ નામની સીક્યુરીટીઍ સીસીટીવી કેમેરા ચોરી અંગે જાણ કરી હતી જેથી રેનીશભાઈઍ ઓફિસમાં લાગેલા કેમેરા ચેક કરતા લીલા કલરનું ટોપીવાળુ ટી -શર્ટ તથા સફેદ કલરનુ પેન્ટ પહેરેલ અજાણ્યાઍ કેમેરા ચોરી કરી જતો દેખાયો હતો. પોલીસે રેનીશભાઈની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application