સુરત શહેરના અડાજણ વિસ્તારમાં 3 અલગ-અલગ જગ્યા કરતા વધુ સ્થળેથી જીટીપીએલ કંપનીના બ્રોડ બેન્ડ કેબલ વાયરની ચોરી થવા પામી હતી. આ મામલે કંપનીના માણસોએ તાપસ કરતા મોરા ભાગળ વિસ્તારમાં રહેતા ભાવેશ પટેલ નામના ઇસમે આ વાયરો ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કંપનીના કર્મચારીએ આ મામલે અડાજણ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ભાવેશ સામે જીટીપીએલ કંપનીના 85 હજારના બ્રોડ બેન્ડ કેબલ વાયરની ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત એવી છે કે, અડાજણ વિસ્તારમાં જીટીપીએલ કંપની દ્વારા બ્રોડ બેન્ડ કેબલ વાયર ફિટિંગ કરવામાં આવ્યા છે. જોકે, ગત તારીખ 12/06/2021 થી 25/07/2021ના સમયગાળા દરમિયાન અડાજણ વિસ્તારમાં આવેલ સ્તુતિ એમ્સ તથા સ્વસ્તિક વીલા નામની બિલ્ડીંગ પાસેથી જીટીપીએલ કંપનીના બ્રોડ બેન્ડ કેબલ વાયરની ચોરી થવા પામી હતી. આ ઉપરાંત અડાજણ વિસ્તારમાં આ 2 જગ્યા સિવાય અન્ય જગ્યાઓથી પણ જીટીપીએલ કંપનીના બ્રોડ બેન્ડ કેબલ વાયરની ચોરી થવા પામી હતી.
જેથી કંપનીના માણસોએ આ મામલે તાપસ કરતા આ કેબલ વાયરોની ચોરી રાંદેર મોરા ભાગળમાં રહેતા ભાવેશ બળવંતભાઇ પટેલે કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કંપનીમાં ફરજ બજાવતા કૃષ્ણકુમારસિંહ મહેન્દ્રસિંહ ગોહીલ (રહે.એચ/2/203,સ્વીટ હોમ રેસી. ન્યુ ક્રોસ રોડ રજવાડી પાર્ટી પ્લોટની બાજુમાં અમરોલી) એ અડાજણ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 85 હજારના કેબલ વાયર ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500